ઈરાને કરેલ અમેરિકાનાં ઓઈલ ટેન્કર પર હુમલામાં ભારતીયનું મોત
copy image

યુદ્ધ વચ્ચે ઈરાને કરેલ અમેરિકાનાં એક ઓઈલ ટેન્કર પર હુમલામાં એક ભારતીયનું મોત થયુ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જે અનુસાર ઈરાન તરફથી એક આત્મઘાતી બોટથી હુમલો કરાયો હતો. સેફ સી નામક ઓઈલનું જહાજ ખોર અલ ઝુબૈર બંદર જઈ રહ્યું હતું. તે સમયે ઈરાને તેનાં પર હુમલો કરી દીધો હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે. હુમલા વાળો વિસ્તાર ઈરાકની જળસીમા અંતર્ગત આવે છે. આ હુમલામાં પ્રથમ વખત ઈરાન અને અમેરિકાનાં યુદ્ધમાં કોઈ ભારતીયનું પણ મોત થયું છે. બાકીનાં 27 ખલાસીઓ અને અન્ય કર્મચારીઓને બસરામાં સલામત સ્થળે ખસેડાયા હોવાની વિગતો જાણવા મળેલ છે.