આધાર-પુરાવા વગરના શંકાસ્પદ ભંગાર ભરેલી એક જ નંબરની બે ટ્રક સાથે ત્રણની ધરપકડ

image-151

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ જૂના બંદર બાજુથી આધાર-પુરાવા વિનાના શંકાસ્પદ ભંગાર ભરેલી એક જ નંબરની બે ટ્રક સાથે ત્રણ ઈશમોને ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શંકાસ્પદ ભંગાર ભરેલ બે ટ્રક જૂના બંદર રોડથી મુંદરા તરફ આવી રહી છે. મળેલ બાતમીના કાર્યવાહી હાથ ધરી એલસીબી ટીમે હકીકત વાળા સ્થળ પરથી એક જ નંબરવાળી બે આઇસર ટ્રકને રોકાવી તેમાં તપાસ કરતાં 26.230 ટન કિં. રૂા. 7,34,440 નો લોખંડના ભંગારનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.