પાલારા ખાસ જેલમાંથી ફરી મોબાઈલ મળી આવતા ચકચાર
copy image

ફરી એક વખત પાલારા ખાસ જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે માલતિ વિગતો મુજબ, અમદાવાદથી આવેલી ઝડતી ટીમને છાનબીન દરમ્યાન દવાખાના વિભાગમાં ઇ.સી.જી. રૂમની પાછળ બહારના ભાગે બારી નીચે ગટરની કુંડીની બાજુમાં જમીનમાં ખાડા કરી પ્લાસ્ટિકમાં વીંટીને છુપાવી રાખેલા બે મોબાઇલ મળી આવેલ હતા. પાલારા ખાસ જેલમાંથી અગાઉ પણ અનેક વખત મોબાઇલ મળી આવવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.