અંજારમાં પેટ્રોલ પંપ પર સાત બુકાનીધારી શખ્સોએ ફરિયાદી પર હુમલો કરી લૂંટ ચલાવી

copy image

copy image

અંજારમાં આવેલ પેટ્રોલ પંપ પર સાત બુકાનીધારી ઈશમોએ લૂંટ મચાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા. 10/3ના રોજ અંજારના વિજયનગર નજીક આવેલા કિશન ભારત પેટ્રોલ પંપ પર આ બનાવ બન્યો હતો. બનાવના દિવસે સવારે એક છકડાચાલક ડીઝલ ભરાવવા આવેલ ત્યાં કોઈ બાબતે સ્ટાફ સાથે ઝઘડો થઈ ગયેલ હતો અને બાદમાં સાતેક શખ્સ ત્યાં આવીને માથાકૂટ કરીને જતા રહ્યા હતા. રાત્રીના સમયે આ બનાવના ફરિયાદી એવા પ્રવીણ મુકેશ ઠાકોર તથા અમરત ઠાકોર પંપ પર હજાર હતા તે સમયે સોમેશ્વર ચોકડી બાજુથી સાત શખ્સો શખ્સ મોઢે રૂમાલ વગેરે બાંધીને આ સ્થળે આવેલ અને ધોકા તથા ચેઈન વડે ફરિયાદી અને અન્ય કર્મચારી પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત પંપમાં આવકના રોકડ રૂા. 8,455ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.