ગાંજાના જથ્થા ચાર આરોપીઓને ઝડપી પાડતી મુંદરા પોલીસ

હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માકદ પદાર્થોના સેવનની પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર,વેપારની પ્રવ્રુતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અનવ્યે પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદમ સાહેબ મુંદરા વિભાગ મુંદરા નાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતી સાથે જોડાયેલ ઇસમો વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા પોલીસ ઈન્સ્પેકટરશ્રી એસ.એમ.રાણા નાઓએ તાબાના કર્મચારીઓને સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે આધારે મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા
ગઈકાલ તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.એમ.રાણાને મળેલ ભરોસાપાત્ર અને સચોટ બાતમી આધારે ગાંધીધામ-માંડવી હાઇવે પર શીરાચા ચાર રસ્તા પાસે, હંસીકા ટી હાઉસ હોટલની સામે તા.મુંદરા કચ્છ ખાતે રાત્રીના વોચ રાખી માંડવી તરફથી આવતી સ્વીફટ ગાડી રજી નં. GJ-12-CP-9317 વાળીને સરકારી વાહનની મદદથી રસ્તો બ્લોક કરી તેમાં ગેરકાયદેસર પરીવહન થતા માદકપદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.રાણા તથા એ.એસ.આઈ. દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી તથા પો.હેડ કોન્સ. વિજયરાજસિંહ ભોજરાજસિંહ ગોહિલ તથા પો.હેડ કોન્સ. દિનેશ ચંદુભાઇ ગોયલ તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ માનસંગભાઈ ચૌધરી તથા પો.કોન્સ. જયેશ મખાભાઇ રાતડીયા તથા પો.કોન્સ. હરપાલસિંહ બળવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ. પિયુશ ભીમસિંહભાઇ ઝણકાટ એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.
પકડાયેલ આરોપીઓ
(૧) ભરતસિંહ નટુભા ચૌહાણ ઉ.વ.૩૧ રહે.સદગુરૂ સોસાયટી, મુંદરા મુળ રહે. શીરાચા તા.મુંદરા
(૨) ભરતસિંહ ગાભુભા જાડેજા ઉ.વ.૩૭ રહે.મોટા કાંડાગરા તા.મુંદરા
(૩) શંકરભા ગાભુભા ચૌહાણ ઉ.વ.૫૫ રહે.ગઢશીશા તા.માંડવી
(૪) યુવરાજસિંહ નિરૂભા ગોહિલ ઉ.વ.૩૦ રહે. મોટા કાંડાગરા તા.મુંદરા મુળ રહે. પચ્છેગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન ૩૭૦ ગ્રામ કિ.રૂ.૩,૮૦૦/-
(૨) સફેદ કલરની સ્વીફ્ટ ગાડી રજી નંબર GJ-12-CP-9317 જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
(૨) ચાર મોબાઈલ કિ.રૂ.૬૦,૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂા. ૨,૧૩,૭૦૦/- નો મુદામાલ