અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસના અવસરે આમારા ગામ (નખત્રાણા) ખાતે 400 શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓને પ્રોત્સાહન

અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસના પવિત્ર અવસરે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના આમારા ગામમાં એક વિશેષ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારી આશરે 400 શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક
બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે દરેક લાભાર્થી બહેનોને નીચે મુજબની ઉપયોગી સામગ્રી ભેટ તરીકે આપવામાં આવી:
10 લીટરની ઉચ્ચ ગુણવત્તાવાળી બરણી (Milk Can)
દૂધ ગાળવાની ગરની (Strainer)
વધુ અને સારી ગુણવત્તાના દૂધ ઉત્પાદન માટે મિનરલ મિક્ષ્ચર પાવડર
આ પહેલ દ્વારા અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, દૂધ ઉત્પાદનમાં વધારો કરવા
અને તેમના પરિવારની આર્થિક સ્થિરતા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ મહિલાઓના યોગદાનને માન આપવા અને તેમને
વધુ સારી સુવિધાઓ પૂરી પાડીને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો.
અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસો “Growth with Goodness”ની ભાવના હેઠળ ગ્રામીણ સમુદાયના વિકાસ અને મહિલા
સશક્તિકરણ તરફની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.