કચ્છમાં પણ હવે લેપર્ડ સફારી દર્શનનું આયોજન

લોકો સિંહના દર્શન માટે ગીર જાય છે પંરતુ કચ્છમાં પણ હવે લેપર્ડ સફારી દર્શન નું આયોજન કરવામાં આવી રહ્યું છે લખપતના ધુણાઈ માં લેપર્ડ સફારી માટે સજ્જ થઈ રહ્યું છે હાલ ધુણાઈ માં ૧૩ જેટલા લેપર્ડ ફોરેસ્ટ વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે જેમાં અગિયાર મેલ અને બે ફિમેલ લેપર્ડ રાખવામાં આવ્યા છે જ્યાં દીપડા રાખવામાં આવ્યા છે ત્યાં ૨૦ ફૂટ ઊંડા કૂવા આકારમાં દીપડાને રાખવામાં આવ્યું છે આ ૨૦ ફૂટ ઊંડા કૂવા આકારના ખાડા માંથી દીપડા કૂદી ના શકે એ માટે તેને રાખવામાં આવ્યા છે દીપડા સ્વાતંત્ર રહી શકે તે માટે ૧૩ પાંજરા બનાવામાં આવ્યા છે રોજ દીપડાને વન વિભાગ દ્વારા બહાર પણ કાઢવામાં આવે છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ભવિષ્યમાં લેપર્ડ સફારી માટે મંજૂરી આપવા માટે પ્રવાસન વિભાગ સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી છે મંજૂરી મળી જશે એટલે લખપતમાં પણ પ્રવાસીઓ આવશે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહેશે