કોમર્શીયલ ગેસની બોટલોનો ગેરકાયદેસર રીતે સંગ્રહ તથા વેચાણ કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પડાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. સુરેંદ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેંદ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહીલ તથા જયદેવસિંહ જાડેજાનાઓ તથા જીલ્લા પુરવઠા અધીકારીશ્રી એ.એસ.હાસમી સાહેબ તથા તપાસની ટીમ સંયુક્ત રીતે ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને સયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “કુકમા ગામમાં સીકે કોમ્પ્લેક્ષમાં બાલાજી એંટરપ્રાઇઝ દુકાન નં.૦૭ માં હિરેન અવીનાશભાઇ ટાંક રહે. માધાપર તા.ભુજ વાળો ગેરકાયદેસર કોર્મશીયલ ગેસના બાટલા રાખેલ છે અને હાલે તેની આ પ્રવુતી ચાલુમાં છે.” જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમના કબ્જાના ગોડાઉનમાં નીચેની વિગતે મુદ્દામાલ મળી આવેલ છે અને તેના વિરુધ્ધ એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર એક્ટ-૨૦૦૦ તથા ગેસ સીલીન્ડર રુલ્સ-૨૦૧૬ તથા આવસ્યક ચીજવસ્તુ ધારા-૧૯૫૫ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મળી આવેલ મુદામાલ (કુલ્લે મુદ્દામાલ કિં.રૂ. ૧.૫૯.૮૦૦ /-

  • ૦૫ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ.૧૧૨ કિ.રૂ.૧,૨૮,૮૦૦/-
  • ૦૫ કીલોની ક્ષમતા વાળી ગેસની ખાલી બોટલો નંગ ૬૨ કિ.રૂ.૩૧,૦૦૦/-

પકડાયેલ ઇસમ

  • હિરેન અવીનાશભાઇ ટાંક રહે. માધાપર તા.ભુજ