“ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન-૦૧૮૩/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુનો ગઇ તા.૧૮/૦૨/૨૦૨૬ ના કલાક ૧૭/૧૫ વાગ્યે જાહેર થયેલ.
જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ રણજીતસિંહ જાડેજા, રાજેંદ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, સુનિલભાઇ પરમાર, તથા પ્રિયંકાબેન ચાંગાણીનાઓ સદર ગુનો શોધી કાઢવા ભુજ શહેર વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા ભુજ મધ્યે ખેંગાર પાર્ક પાસે આવતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે તથા સુનિલભાઈ પરમાર નાઓને ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ કે, “એક કિશોર શંકરના મંદીર પાસે જુની રાવલવાડી ભુજ ખાતે પોતાના કબ્જાના રહેણાંક મકાન પાસે હાજર છે, જેને શરીરે ગુલાબી કલરનો ટી-શર્ટ તથા બ્લુ કલરની પેન્ટ પહેરેલ છે અને તેની પાસે હાલે ચોરી કે છળપકપટથી મેળવેલ મોબાઇલ છે અને જે સગેવગે કરવાની પેરવીમાં છે.” જે હકીકત આધારે તપાસ કરતા એક કિશોર મળી આવેલ જેની માતાની રૂબરૂમાં પુછપરછ કરતા જણાવેલ કે તેના કબ્જામાં ચોરીનો મોબાઇલ છે. જે આજથી આશરે એકાદ મહીના પહેલા કોડકી રોડ પ્રભુનગર પાસે બપોરના સમયે એક બંધ મકાનમાં તાળુ તોડી તેમા પ્રવેશી અને તેમાથી ચોરી કરેલ છે અને આ મોબાઇલ સાથે તેમાથી રોકડા રૂપીયા પણ ચોરી કરેલ છે જેવી કબુલાત આપેલ જેથી કાયદાના સંઘર્સમાં આવેલ કિશોર વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- પકડાયેલ ઇસમ
- કાયદના સંઘર્શમાં આવેલ બાળ કિશોર
કબ્જે કરેલ મુદામાલ
- મોબાઇલ ફોન નંગ.૦૨ જેની કિં.રૂ.૧૦,૦૦૦/-
નિચે મુજબનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢેલ
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન-૦૧૮૩/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ
કાયદાના સંઘર્શમાં આવેલ કિશોરનો ગુનાહીત ઇતીહાસ
- ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન-૧૧૫૨/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ