ડગાયચા ડાડા મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસ રાજયના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો : ત્રણ દિવસીય મહોત્સવમાં સમગ્ર ગુજરાતનો આહિર સમાજ ઉમટયો

કચ્છની ભાગોળે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ મધ્યે શ્રી વીર ડગાયચા ડાડા (ડાંગર) ના ભવ્ય મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના તુણા ગામના ડાંગર પરિવારના પુર્વજ વિર ડગાયચા ડાડાએ ગાયોના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતી આપી હતી. જેના કાપેલા હાથની હથેળીના સ્પર્શ માત્રથી પાટણ મંદિરનું નિમાર્ણ થયું હતું. તેવા ડાડાનો ડાંગર પરિવાર ધ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

આ મહોત્વસની શોભા વધારવા ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિર ડગાયચા ડાડાએ ગાયોના રક્ષણ માટે જે બલીદાન આપ્યું હતું તે ડાડાના આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં આવી હું ખુબ જ ધન્યતા અનુભવું છું. આ મહોત્સવ જ આહિર સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કારનું પ્રતિબીંબ છે. શ્રી કૃષ્ણના વસંજ આહિર સમાજે શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્ર પ્રેમની પરંપરા જાળવી રાખી છે. ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે.

વધુમાં જણાવ્યું હતું કે વિશાળ જગ્યામાં બનેલું આ ભવ્ય મંદિરના દર્શન ખુબ જ મોટા પ્રમાણમાં યાત્રાળુ ઓ લાભ લેશે. ત્યારે આ પ્રવિત્ર ધામના વિકાસ માટે ગુજરાત સરકાર સંપુર્ણ મદદગાર થશે તેવી ખાત્રી આપી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી શ્રી ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આ ભવ્ય મંદિરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. સરકારે જે રીતે રૂદ્રમાતા, ગોર્વધન પર્વત અને ઉપરકોટ વિસ્તારમાં જે વિકાસ કાર્યો કર્યા છે તેવા જ ભવ્ય વિકાસ આ ઐતિહાસીક જગ્યા પર થાય તે માટે સરકાર કટીબધ્ધ રહેશે તેવી ખાત્રી આપી હતી.

આ સમારોહમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જામનગરના સાંસદ પુનઃબેન માડમ, પુર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પુર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, સાંતલપુરના ધારસભ્ય લવીંગજી ઠાકોર, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર વગેરે મંચસ્થ રહયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીનું સન્માન ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ ડાંગર, ઉપ પ્રમુખ રાજુભાઈ ડાંગર, મંત્રી શામજીભાઈ ડાંગર, રાણા રવા ડાંગર, શિવજીભાઈ ડાંગર, રણછોડ ગોપાલ, રણછોડ ડાંગર (પટેલ), હરદાસભાઈ ડાંગર, બાબુ વેલજી ડાંગર, પ્રકાશભાઈ ડાંગર, ડી.કે. ડાંગર, ભાણાભાઈ ડાંગર, રમેશ ડાંગર વગેરેએ સન્માન કર્યુ હતું. સૌ મહેમાનોને આવકાર પુર્વ ધારાસભ્યશ્રી શિવજીભાઈ ડાંગરએ અને આભાર વિધિ વડોદરાના પુર્વ મેયર ભરતભાઈ ડાંગરે કરી હતી.

આ પવિત્ર જગ્યાના દાતા તરીકે ૧.૨૫ કરોડ રૂપીયાને દાન આપનાર સ્વ. કાનજી ભગુ ડાંગર ના પરીવાર વતી મનજીભાઈ અને શામજીભાઈ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ અને ૨૭ લાખની માતબર રકમનો ચડાવો લેનાર શ્રી પરેશભાઈ ડાંગર (રાજકોટ) નું સન્માન કરવામાં આવ્યું તથા આ મંદિર નિર્માણમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું સન્માન કર્યુ હતું.

આ મહોત્સવમાં પધારેલ સાધુ સંતો, પુર્વ રાજયમંત્રી વાસણભાઈ આહિર, જામ જોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, તેજાભાઈ રમાભાઈ કાનગડ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, શામજીભાઈ તેજાભાઈ ખટારીયા, કિરણભાઈ બાબુભાઈ ખટારીયા, નવીનભાઈ નારાણભાઈ ઝરૂ, રાઘુભાઈ રાજાભાઈ ડાંગર, વાસાભાઈ નારાણભાઈ ચણીયા, મેરામણ ગોરીયા, હિરાભાઈ જોટવા, ઘનશ્યામભાઈ એરબા, કિશોર રાઠોડ (અવધ), ભાવેશભાઈ રાઠોડ, નરેન્દ્ર સાંગા, મિલન કુવાડીયા, નાગદાનભાઈ ચાવડા, શૈલેષ હરિ ડાંગર, વિજય વાંક, શામજી જેશા ડાંગર, ડાભાભાઈ આહિર લીમગાડા, ભોજાભાઈ ડાંગર, નવલશંકર શાસ્ત્રી, હમીરભાઈ ડાંગર, બાબુ રૂડા ડાંગર, લક્ષ્મણ સવા ડાંગર, રોહીત ડાંગર, શંભુ ગાંગજી ડાંગર, દેવાભાઈ ડાંગર, મનજીભાઈ ડાંગર, પાંચાભાઈ ડાંગર, વેલભાઈ ડાંગર, રાજેશ ડાંગર, ભોજાભાઈ ડાંગર, રવજી રામજી ડાંગર, વસરામભાઈ ડાંગર, બાબુભાઈ રામા (ધોરકડા) બાબુલાલ ધના અમથા ડાંગર, ગણેશા પટેલ, ભારમલ ખીમા, રામજી ડાયા, આણલુંભા ખેંગાર (સ્વામિનારાયણ) ખેંગાર પરબત, મયુરસિંહ જાડેજા, બાલુભા જાડેજા, ભુપત ડાંગર, રાજુભાઈ (ઈન્દ્રાવાળા) ગોવિંદ ડાંગર, હિલાકાકા ડાંગર, જગદીશ ડાંગર, રામ ડાંગર, અરજણભાઈ ડાંગર, સામત બેલા (ચિત્રકાર), ગાભા મેમા, બાબુભાઈ (ખરારા), દેવાભાઈ (હરીપર) વગેરે ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આઈ શ્રી મુળી માં એ આર્શિવાદ આપ્યા હતા તથા સમગ્ર યજ્ઞ વિધિ દિનેશભાઈ રાવલ અને ભુદેવોએ કરી હતી.

આ સમારોહમાં ત્રણ દિવસ સુધી ભવ્ય દાંડીયારાસમાં બાબુભાઈ આહિર, ઘનશ્યામ ઝુલા, માદેવાભાઈ આહિર, ખુશીબેન આહિરે, હરદેવ હુંબલ, વિજય આહિર, ચંદ્રીકાબેન આહીર, પ્રવિણ આહિર, જેનીબેન ડાંગર, લક્ષ્મીબેન આહિર વગેરેએ રમઝટ બોલાવી હતી તથા ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ, લોક ગાયીકા દીવાળીબેન આહિર અને ભુમીકા આહિરનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ ત્રણ દિવસીય મહોત્સવનું સ્ટેજ સંચાલન ટ્રસ્ટના મંત્રી શામજીભાઈ ભુરા ડાંગરે કર્યુ હતું.