સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપી 20 વર્ષ માટે જેલના હવાલે
copy image

સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપી ઈશમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે વધુ વિગતો સામે આવી રહી છે. આ ગુના કામેના આરોપી ઈશમે 12 વર્ષની કિશોરીને લલચાવી-ફોસલાવીને તેનું અપહરણ કરી અને બાદમાં દયાપર, ભુજ સહિતનાં સ્થળે લઈ જઈને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપી ઈશમને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને તકસીરવાન ઠેરવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સાથે રૂા. 40 હજારનો દંડ ફટકાર્યો હતો.