સુમરાસર શેખ ગામમાંથી સાત ખેલીઓની અટક
copy image

ભુજ ખાતે આવેલ સુમરાસર શેખ ગામમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુમરાસર શેખ ગામમાં સલીમ નૂરમામદ કેવરના મકાનના આંગણામાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રૂા. 14,210ની રોકડ સાથે સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલો શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.