લાશને કુવા-બોરવેલમાં નાખવાની માત્ર 3 માસમાં આ ચોથી ઘટના

લાશને કુવા-બોરવેલમાં નાખવાની 3 માસના સમયગાળામાં આ ચોથી ઘટના બની છે. કચ્છમાં કેટલાક સમયથી હત્યાની ચોંકાવનારી ઘટનાઓ લગાતાર બની રહી છે. આરોપી દ્વારા હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કુવા કે બોરવેલમાં નાખી દેવામાં આવે છે. પૂર્વે પણ 9-12ના નખત્રાણાના મુરૂમાં પરિણીતા સાથે આડા સબંધને કારણે 20 વર્ષીય યુવકનું પારિયાથી માથું અને પગ કાપી બોરવેલમાં નાખી દેવાની ચકચારી ઘટના સામે આવી હતી. ઉપરાંત 14-12ના નાના વરનોરામાં પતિના અન્ય યુવતી સાથે આડા સબંધ હોવાથી પત્નીનું ગળુ કાપી લાશ કુવામાં ફેકી દેવાઈ હતી. તેમજ ગત 21 ફેબ્રુઆરીના અંજારના ચંદીયામાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી દીધા બાદ લાશને 55 ફૂટ ઊંડા કુવામાં ફેંકી દેવાઈ હતી. તેવામાં હવે નખત્રાણાના ખાંભલામાં વધુ એક ઘટના બનતા આવી ઘટનાઓના આંકમાં વધારો થયો છે.