ભુજના માનકૂવા ધોળા દિવસેભુજના માનકૂવા ધોળા દિવસે બંધ ઘરમાં તસ્કરોએ ખાતર : લાખોની રોકડ પર હાથ સાફ કરી થયા ફરાર

copy image

copy image

ભુજના માનકૂવા ધોળા દિવસે બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, માનકૂવાના બાવળવાળી વિસ્તારમાં રહેનાર 60 વર્ષીય વૃદ્ધ રતનબેન મનજી દબાસિયા સવારના અરસામાં ઘર બંધ કરી તેની દીકરી નીતાની વાડીએ કામ અર્થે ગયાં હતાં. બપોરના સમયે તેમને ફોન દ્વારા જાણ મળેલ કે, તેમના ઘરમાં ચોરી થઈ હોય તેવું લાગે છે. ફરિયાદીએ પરત આવીને જોતાં ઘરના દરવાજાનાં તાળાં તૂટેલાં હતાં. ઉપરાંત તમામ સર સામાન વેર વિખેર હાલતમાં જોવા મળી આવેલ હતો. વધુ તપાસ કરતાં રોકડા રૂા. ચાર લાખ ગુમ જણાયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.