રાપરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી
copy image

રાપરમાં કિશોરીનું અપહરણ કરી બદકામ કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 15-6ના રાત્રીના સમયે ભોગ બનનાર પોતાને ઘરે હતી તે દરમ્યાન આરોપી ઈશમે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે બળજબરીપૂર્વક બદકામ કર્યું હતું. બાદમાં કિશોરીના માતા-પિતા કામ પર જાય ત્યારે આ શખ્સ વારંવાર ઘરે આવી તેની સાથે લઇ જઇ બદકામ કરતો હતો અને કોઇને વાત કરીશ, તો ભાઇઓને મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. ઉપરાંત આરોપીને આપવા જતાં તેણે ભોગ બનનારના પરિવારજનોને ઘર ખાલી કરાવી નાખવા સહિતની ધમકી આપી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.