ભચાઉના લાકડીયા ખાતેથી રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત ખનિજનું વહન કરતાં છ ડમ્પર સીઝ કરાયા

માનનિય કલેકટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કવોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરી નીચે મુજબ છે. આજ તા.૧૮/૦૩/૨૦૨૬ના રોજ રાત્રીના સમયે ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે. લાકડીયા, તા.ભચાઉ ખાતે ૦૨ ડમ્પર સાદીરેતી, ૦૨ ડમ્પર ચાઈનાકલે, ૦૧ ડૂપર સાદીમાટી તેમજ ૦૧ ડમ્પર લિગ્નાઈટ ખનિજનું એમ મળી કુલ ૦૬ ડમ્પર રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત ખનિજનું વહન કરવા બદલ સિઝ કરી લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવેલ તેમજ મોજે.મુંદ્રા સિટીના ભુખી નદી વિસ્તાર, તા.મુંદ્રા ખાતે ૦૧ ડૂપર સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન તથા ખનન અંગે સીઝ કરી મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે સિઝ કરવામાં આવેલ છે. તા.૧૭/૦૩/૨૦૨૬ના રોજ ફલાઈંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે.ખાવડા, તા.ભુજ ખાતેથી ૦૨ ડ્રમ્પર મોરમ ખનીજનું ઓવરલોડ વહન કરવા બદલ બન્ને વાહનોને સિઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સિઝ કરવામાં આવેલ. આમ, ફ્લાઈંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ સિઝ કરવામાં આવેલ છે.