યુદ્ધના માહોલ વચ્ચે ચીને ઈરાનને  આક્રમક ડ્રોન, રોકેટ ફ્યુઅલ સંબંધિત રસાયણો અને સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ્સ પૂરા પાડ્યા

image-192

COPY IMAGE

COPY IMAGE

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો આજે 19મો દિવસ થયો છે. અવિરત હુમલાઓ દ્વારા અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ મચાવી દીધો છે. ઈરાન અડગ રહીને ઈઝરાયલ અને ખાડી દેશો સામે હુમલા કરી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ‘યુએસ-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા કમિશન સ્થા દ્વારા તેના તાજેતરના રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ દાવો કરવામાં આવેલ છે. જેમાં ચીને ઈરાનને આક્રમક ડ્રોન, રોકેટ ફ્યુઅલ સંબંધિત રસાયણો અને સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ્સ પૂરા પાડ્યા હોવાનું જાણવા મળેલ છે.