સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીકથી ગાંજા સાથે એકની ધરપકડ : 3.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

hathkadi

copy image

copy image

ગુજરાતનાં રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં SOG પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીકથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, રાજકોટમાં SOG પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક જે.કે.ચોક નજીક હાઈબ્રિડ ગાંજા સાથે એક ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી ગાંજો અને અન્ય સાધનો મળી કુલ 3.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.