અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આતંકવાદ વિરોધી સિસ્ટમના વડા જો કેન્ટે રાજીનામું આપ્યું
copy image

સૂત્રો જણાવી રહ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આતંકવાદ વિરોધી સિસ્ટમના વડા જો કેન્ટે રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી હે, અમેરિકા-ઇરાન સંઘર્ષને લઇને રાજીનામું આપી અને જણાવેલ કે, તેહરાન આપણા રાષ્ટ્ર માટે કોઇ તાત્કાલિક ખતરો ન હતો. વધુમાં તેઓ જણાવેલ છે, યુદ્ધ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટસમાં તેની લોબીનાં દબાણને કારણે શરૂ થયું હતું. એક પોસ્ટમાં પોતાનો નિર્ણય જાહેર કરતા કહ્યું હતું કે,ઘણા વિચાર-વિમર્શ પછી, મેં આજથી મારા પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.’`હું સારા અંતરાત્માથી ઇરાનમાં ચાલી રહેલાં યુદ્ધને સમર્થન આપી શકતો નથી.