આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારી
આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા હોસ્પિટલ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. . જેમા
ડી.વાય.એસ.પીશ્રી, મીનેશ ક્રિસ્ચીયન, બી.એસ.એફ ઓફીસરશ્રી રજનીશ ગર્ગ, ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ
અધિકારિશ્રી ડો પવનકુમાર મકરાણી , જિલ્લા એગ્રીકલ્ચર ઓફીસરશ્રી કિરણસિંહ વાઘેલા, ધ ભુજ B.A.M.S
ડોક્ટર્સ એસોશીએશન પ્રમુખ ડો. મેહુલસિંહ ઝાલા, પી.આઇશ્રી રમેશ રાતડા, નિવ્રુત જિલ્લા આયુર્વેદ અધિકારિશ્રી
ડૉ. અમીત ત્રીપાઠી, નિવ્રુત વૈધ પંચકર્મ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. કમલેશ જોષી, લીલાધર ભાઇ-ટ્રસ્ટીશ્રી
રામ રોટી અને છાશ કેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા ડી.વાય.એસ.પીશ્રી, મીનેશ ક્રિસ્ચીયન ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં
આવ્યુ . સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ના વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ ડો. બર્થા બેન પટેલ એ આયુષ મેળા અને હોસ્પિટલ
મધ્યે કાર્યરત આયુષ અને પંચકર્મ ની સેવાઓ વિશે માહિતગાર કર્યા. એમ.ઓ શ્રી ડો પવનકુમાર મકરાણી ઇન્ચાર્જ
જિલ્લા આયુર્વેદ અધિકારી એ આયુર્વેદ ની સેવાઓ વિશે માહિતગાર કર્યા. આ આયુષ મેળા માં આયુર્વેદ અને
હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, યોગ નિદર્શન, આંગણવાડી ની બહેનો દ્વારા પોષક વાનગી હરીફાઈ, આયુર્વેદ,
હોમિયોપેથી અને યોગ તથા ઓષધી વનસ્પતિ પ્રદર્શન કરવાંમા આવ્યું, લાઇવ અગ્નિકર્મ- પંચકર્મ – રક્તમોક્ષણ નું
પ્રદર્શન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ ના સહયોગ થી હિમોગ્લોબિન ની તપાસ તથા ડાયાબીટીસ ની તપાસ
કરવામાં આવી તથા એઇડ્સ, કેન્સર, ટીબી અવેરનેસ ની કામગીંની કરવામાં આવી. કાર્યક્રમ નું સંચાલન
મેડીકલ ઓફીસર, ડો. પાવન ગોર અને આભારવિધિ રેસીડેન્ટ મેડીકલ ઓફીસર, ડો કુંદનબેન ગઢવી એ કરી હતી.
 હેલ્થ અવેરનેસ લાભાર્થી – ૯૮૦
 નિદાન સારવાર કેમ્પ લાભાર્થી– ૨૧૪
 સંવાદ લાભાર્થી– ૯૮૦
 ઉકાલા લાભાર્થી– ૪૭૬
 પ્રકૃતિપરીક્ષણલાભાર્થી– ૧૦૭
 યોગા લાભાર્થી– ૨૩૬
 પંચકર્મ/અગ્નીકર્મ લાભાર્થી – ૧૨૨
 સુવર્ણપ્રાશન – ૫૭