રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ કોટેશ્વર ખાતે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લીધી

    કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે આજરોજ  નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

        આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ દેશની સુરક્ષામાં ખડેપગે ફરજ બજાવતા જવાનોને પ્રોત્સાહિત કરતા કોઈપણ ખૂટતી સુવિધાની જરૂરિયાત હોય તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જવાનો સાથે સંવેદનાસભર સંવાદ કરીને દેશ માટે જાન અને પરિવારની પરવા કર્યા વગર દેશની સરહદોની સુરક્ષા કરતા બીએસએફના જવાનોને બિરદાવ્યા હતા.