ગુંદાલા નજીક આકસ્મિક તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદે વહન કરતાં ત્રણ ડમ્પર પકડાયા

માનનિય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી નીચે મુજબ છે.
આજ રોજ તા.20/03/2026ના રોજ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે. પત્રી- ગુંદાલા રોડ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરતા બ્લેકટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ વગર ગેરકાયદે વહન કરતાં ત્રણ ડમ્પર પકડવામાં આવેલ. સદર તમામ વાહનોને સિઝ કરી પ્રાગપર પોલિસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.
આમ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કુલ 65 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ