ઈદના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મુસ્લિમ બિરાદરોએ ભુજની મોટી ઇદગાહ પર ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી

image-221

એક મહિના સુધી આકરા તાપમાન માં રોજા રાખી સાથે સાથે અલ્લાહ તાલાની પૂરો મહિનો ઈબાદત કરી આજરોજ ઈદના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મુસ્લિમ બિરાદરોએ ભુજની મોટી ઇદગાહ પર ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) ની નમાઝ અદા કરી હતી ઈદ નમાઝ બાદ દીવામાં ભારતમાં કોમી એકતા કાયમ રહે અને ભારત પર કોઈ મુસીબત તકલીફના આવે તેવી દુઆ પણ કરવામાં આવી હતી ઈદ નમાઝ બાદ તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી અને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી સોશિયલ મીડિયા ઉપર પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતિ ઈદ ઉલ ફિત્ર (રમઝાન ઈદ) માં મુસ્લિમ બિરાદરો મોટા પાયે દાનપુન કરતા હોય છે અને ઈદના દિવસે એકબીજાના ઘરે જઈને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવે છે