ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત ૧૧મા તબ્બકાના વોર્ડ નં ૦૭ થી ૧૧ નો સેવા સેતુ’ નો કાર્યક્રમમાં યોજાયો

ગુજરાત સરકારના પારદર્શી વહીવટના અભિગમને વેગ આપવા માટે આજરોજ તા. ૨૦.૦૩.૨૦૨૬ ના ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૭ થી ૧૧ ના નાગરિકો માટે આજે ‘સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, નગરપાલિકા સભાખંડ ખાતે કાર્યક્રમમાં શહેરીજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. NULM શાખાના મેનેજરશ્રી કિશોરભાઈ રોખા, મેનેજરશ્રી ડીમ્પલબેન ત્રિવેદી, PMAY શાખાના સોશ્યલ ડેવલોપમેન્ટ એક્ષ્પર્ટશ્રી ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ તેમજ ક્ષત્રીય સમાજના અગ્રણી શ્રી મનુભા જાડેજાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલો મુકવામાં આવેલ હતો. સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ એક જ સ્થળે ૨૨ જેટલા સ્ટોલ રાખી સેવાઓ આપી હતી. જેમાં કુલ ૫૫ જેટલી વિવિધ સરકારી યોજનાઓની સેવાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે પૂરો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતો. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના વહીવટી પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવાનો હતો. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિભાગોને લગતી કુલ ૩૨૯ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જે તમામનો અધિકારીઓ દ્વારા સ્થળ પર જ સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. ભુજ શહેરના નાગરિકોએ આ તકનો મહત્તમ લાભ લીધો હતો અને વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી. મુખ્ય અધિકારીશ્રીના સુચન મુજબ નગરપાલિકાની ટીમ દ્વારા સુવ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સ્ટોર શાખાના વડા દક્ષેશભાઈ ભટ્ટ અને ઋષિકેશભાઈ સોલંકીએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન એનયુએલ.એમ શાખાના મેનેજર કિશોરભાઈ શેખા અને આભાર વિધિ મીનાબેન વણકરે કરી હતી.