ભચાઉના મકાનમાંથી પોલીસે શરબનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
copy image

ભચાઉના મકાનમાંથી પોલીસે શરબનો જથ્થો પકડી પાડ્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શહેરના સીતારામપુરા વિસ્તારમાં આરોપી વંશ ચંપકલાલ ઠકકરના કબ્જાના મકાનમાં દારૂનો જથ્થો રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અહીથી રૂા. 27,300ની કિંમતનો શરાબ પકડી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમ ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.