બોરાણા સિમમાંથી સાદિરેતી ખનીજનું ખનન કરતા એક લોડર મશીન તથા એક ડમ્પર ઝડપાયા

માનનિય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી નીચે મુજબ છે.

આજ રોજ તા.21/03/2026ના રોજ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે. બોરાણા સિમ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરતા સાદિરેતી ખનીજનું ખનન કરતા એક લોડર મશીન તથા એક ડમ્પર પકડવામાં આવેલ. સદર તમામ વાહનોને સિઝ કરી મુન્દ્રા પોલિસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.

આમ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કુલ 35 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ