ઓનલાઈન ફૂડ મંગાવવા વાળાની આંખો ચોંકી : પ્રતિ ઓર્ડર પર ડાયરેક 19% નો વધારો

image-228

copy image

copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધના કારણે કાચા તેલની કિંમતોમાં વધારા થયો છે. પરીણામે રોજિંદા 20 થી 25 લાખ ઓર્ડરની ડિલિવરી કરતી ઝોમેટોએ જીએસટી, રેસ્ટોન્ટ ચાર્જ કે ડિલિવરી ફીથી અલગ એવા વધારાના પ્લેટફોર્મ ચાર્જમાં આજથી પ્રતિ ઓર્ડર પર 19 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો છે. ઝોમેટોના ગ્રાહકને હવે દરેક ઓર્ડરે પ્લેટફોર્મ ફી રૂા. 2.40 વધારે લાગશે, આમ ઓર્ડરે રૂા. 12.50 લાગતા હતા, જે હવેથી રૂા. 14.90 કરાયા છે. ઉપરાંત તેના પર જીએસટીનો પણ ઉમેરો થશે. ઝોમેટો દ્વારા વર્ષ 2023માં માર્જિન અને નફો વધારવા પહેલીવાર રૂા. 2નો વધારો કરવામાં આવેલ હતો. જાન્યુ. ’24માં રૂા. 4 વધાર્યા અને ધીમે ધીમે તેણે રૂા. 7 સુધીનો વધારો કરવામાં આવેલ હતો. દરેક ક્ષેત્રમાં થતાં વધારાના પરીણામે આ ભાવવધારો કરવામાં આબેલ હોવાનું જાણવા મળેલ છે.