મોટા દિનારા સીમ વિસ્તાર માથી ૭૦ કિલો જેટલું ગૌવંશનુ માંસ પકડી પાડતી ખાવડા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ બરા ગૌવંશની હત્યા અટકાવવા તેમજ ગૌવંશની હત્યા કરનાર ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુચના કરેલ જે અનુંશંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહબે ભુજ વિભાગ ભુજ તથા ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ચાવડાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે ખાવડા પો.સ્ટેના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
આ સુચના અનુસંધાને શ્રી એમ.બી.ચાવડા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, ખાવડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. રઘુવિરસિંહ આઇ જાડેજા નાઓને મળેલ બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકત આધારે મોટા દિનારા સીમ વિસ્તારમાં મામદ અલાના હારૂન (કલાણી) સમા રહે નાના દિનારા તા ભુજવાળો બાવળોની ઝાડીમાં ગૌવંશ (ગાયની) કતલ કરી રહેલ છે. જેથી બનાવાળી જગ્યાએ જઇ પંચો રૂબરૂ રેઇડ કરતા આરોપીઓ (૧) મામદ અલાના હારૂન (કલાણી) સમા ઉ.વ.૫૦ રહે નાના દિનારા અલૈયાવાંઢ તા-ભુજ તથા (૨) મામુદ અલાના(વેલા) સમા ઉ.વ.૩૮. રહે-નાના દિનારા અલૈયાવાંઢ તા.ભુજ તથા (3) મુસ્તાક હાસમ સમા રહે.મોટા દિનારા ઢંઢી પાટીયા તા.ભુજ તથા (૪) મજીદ અલાના (વેલા) સમા રહે.નાના દિનારા અલૌયાવાંઢ તા.ભુજવાળા ઓએ ભેગા મળી ગાય(ગૌવંશ)ને લઇ આવી આ વિસ્તાર માટે નીમેલા સક્ષમ અધિકારી પાસેથી પશુનું કતલ કરવા અંગેનું લેખીત પ્રમાણપત્ર મેળવ્યા સીવાય ગાય(ગૌવંશ) ક્રુરતા પુર્વક હત્યા કરી સમાજના એક મોટા વર્ગની લાગણી દુભાય તેવું કૃત્ય કરી ગાય(ગૌવંશ) કતલ કરવા એક બીજાને મદદગારી કરી (૧) ગૌવંશનું માસ ૭૦ કિ.ગ્રા. કિ.રૂ. ૭,૦૦૦/- (૨) છરા નંગ-૦૩ કી.રૂ.૦૦/- (3) કુહાડી નંગ-૦૧ કી.રૂ.૦૦/- (૪) પાવડો-૦૧ કી.૦૦/- તથા (૫) રસ્સી નંગ-૦૧ કી.રૂ.૦૦/- (૬) કોથળા નંગ-03 કી.રૂ.૦૦/- એમ કુલ્લ કિ.રૂ.૭,૦૦૦/- ના મુદામાલ સાથે ગુનાવાળી જગ્યાએથી પકડાઇ જઇ તથા આરોપી (૪) મજીદ અલાના (વેલા) સમા રહેનાના દિનારા અલૌયાવાંઢ તા. ભુજ વાળો રેઇડ દરમીયાન ગુનાવાળી જગ્યાએથી નાશી જઈ ગુનો કરેલ હોઇ ચારેય આરોપીઓ વિરૂધ્ધમા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓ
(૧) મામદ અલાના હારૂન(કલાણી) સમા ઉ.વ.૫૦ રહેનાના દિનારા અયાવાંડ તા-ભુજ
(૨) મામુદ અલાના(વેલા) સમા ઉ.વ.૩૮, રહે-નાના દિનારા અલૈયાવાહ તા ભુજ
(3) મુસ્તાક હાસમ સમા રહે મોટા દિનારા ઢંઢી પાટીયા તા ભુજ
પકડવાનો બાકી આરોપી
(૧) મજીદ અલાના (વેલા) સમા રહે નાના દિનારા અલૌયાવાંઢ તા.ભુજ
કબ્જે કરેલ મુદામાલ
(૧) ગૌવંશનું માસ ૭૦ કિ.ગ્રા. કિ.રૂ. ૭,૦૦૦/-
(૨) છરા નંગ-૦૩ કી.રૂ.00/-
(૩) કુહાડી નંગ-૦૧ કી.રૂ.૦૦/-
(૪) પાવડો-૦૧ કી.૦૦/-
(૫) રસ્સી નંગ-૦૧ કી.રૂ.૦૦/-
આ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઈન્સશ્રી એમ.બી. ચાવડા સાહેબ તથા એ.એસ.આઈ રવીભાઈ ટોયટા તથા પો.હેડ કોન્સ ભરતભાઈ વી ચૌધરી તથા પો.હેડ.કોન્સ મહેશભાઇ જે પરમાર તથા પો.હેડ કોન્સ ગજેન્દ્રસિંહ એ રાજપુત તથા પો.હેડ કોન્સ સાગરભાઇ બી રબારી તથા પો.કોન્સ તેજસિંહ એસ રાજપુત તથા પો.કોન્સ ભીખુભાઇ બી નંદાણીયા તથા પો.કોન્સ પિન્ટુભાઇ કે ગઢવી તથા પો.કોન્સ વિરમાભાઈ જે યૌધરી પો.કોન્સ નારણસંગ જી ઝાલા તથા પો કોન્સ દિગ્વીજયસિંહ ડી જાડેજા તથા પો.કોન્સ ભરતભાઈ જી રબારી મુજબના પોલીસ કર્મચારીઓ જાડાયેલ હતા.