ઢોરીમાંથી દેશી બંદૂક સાથે એકની થઈ ધરપકડ
copy image

ઢોરીમાં ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડેલ છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઢોરીના બસ સ્ટેશન નજીક માધાપર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઢોરીના બસ સ્ટેશન પાસેથી 21 વર્ષીય યુવાન ઓસમાણ હુસેન સમેજાને ગેરકાયદે રીતે પરવાના વિના રાખેલી સિંગલ બેરલના દેશી બનાવટની મોભર બંદૂક સાથે પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.