ઈરાનના તેલની ખરીદી પરથી પ્રતિબંધ હટાવી દેવાયો : 30 દિવસની મળી છૂટ

હાલમાં ચાલી રહેલ `મહાયુદ્ધ’ના કારણે સર્જાયેલાં તેલસંકટની વચ્ચે ટ્રમ્પ પ્રશાસને ઈરાનના તેલની ખરીદી પરથી પ્રતિબંધ હટાવી દીધો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ટાઢા પડેલા ટ્રમ્પે દેતાં 30 દિવસની છૂટ આપી છે. ત્યારે આ બાદ ભારત માટે રાહત બની છે કે, ઘરેલુ બજારમાં પેટ્રોલ, ડીઝલના ભાવ હાલ તાત્કાલિક વધશે નહીં. ઉપરાંત વૈશ્વિક બજારમાં 114 કરોડ બેરલ તેલનો પુરવઠો સમુદ્રીમાર્ગ મોકળો થતાં પહોંચી શકશે. ઈરાની તેલ ખરીદી પર 20 માર્ચથી 21 એપ્રિલ સુધી છૂટ આપવામાં આવી છે. યુદ્ધ શરૂ થવાથી પૂર્વે જે 70 ડોલરના ભાવે મળતું તે ક્રૂડતેલની કિંમત આજે યુદ્ધનાં કારણે 110 ડોલરેન પાર પહોંચ્યું છે. અમેરિકાએ આપેલી છૂટ માત્ર આજની તારીખે સમુદ્રમાં મોજૂદ છે, તેવાં ઈરાની તેલ ટેન્કરોની ખરીદી પૂરતી જ છે. ઈરાની તેલ ખરીદીની છૂટથી દુનિયાભરમાં ઊર્જાની અછત ઘટશે અને પુરવઠા પર ઊભું થયેલું દબાણ ઘટી શકશે. તેલના ભાવો વધારો થવાનું સૌથી મોટું કારણ હોર્મુઝની ખાડી બંધ થવું છે. જે લગભગ 157 કિમી લાંબો જળમાર્ગ છે.