હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા 22 દેશ ઈરાન વિરુદ્ધ એક થયા
copy image

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધમાં ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેવાના કારણે સમગ્ર વિશ્વમાં તેલસંકટ સર્જાયું છે. ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા 22 દેશ ઈરાન વિરુદ્ધ એક થયા હોવાનું સૂત્રો જણાવી રહયા છે. ઉપરાંત સંયુક્ત નિવેદનમાં નિર્ણાયક ખાડી બંધ કરવાના નિર્ણયની ટીકા કરી હોવાનું જાણવા મળેલ છે. યુદ્ધમાં તેલ અને ગેસ જેવાં નાગરિક માળખાંને નિશાન બાનવવામાં આવ્યા છે અને ઈરાની દળો દ્વારા સ્ટ્રેટની વાસ્તવિક નાકાબંધી કરાઈ છે. આ કૃત્યને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવતાં ઈરાન તાત્કાલિક તેની ધમકીઓ, ડ્રોન અને મિસાઈલ હુમલાઓ અને શાપિંગને અવરોધિત કરતી અન્ય કાર્યવાહી બંધ કરવા દેશોએ માંગ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 % તેલ અને ગેસ વેપાર માટે એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. જે બંધ થવાના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા શૃંખલા પર ઊંડી અસર પડી રહી છે. નિવેદનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આ કટોકટીના ઉકેલ માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરાઈ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે, આ સંયુક્ત નિવેદન બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, જાપાન, કેનેડા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક, લાતવિયા, સ્લોવેનિયા, એસ્ટોનિયા, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ, ચેકિયા, રોમાનિયા, બહેરીન અને લિથુઆનિયા દ્વારા જારી કરાયું હતું.