સામખિયાળીમાં 28 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

સામખિયાળીમાં 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવ ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ ઘટના ગત તા. 19/3ના સુભમ સોસાયટીમાં બન્યો હતો. અહી રહેનાર ભરતભાઈ ખીમાભાઈ સોલંકી નામના યુવાને કોઈ અકળ કારણસર લુંગી વડે પંખામાં ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં તેને તાત્કાલિક સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.