આદિપુર ખાતે યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ

અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે પ્રતિષ્ઠિત યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025 નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. મુખ્ય મહેમાન ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની, આઈએએસ દ્વારા આ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે જીએસટીટીએના ચિફ પેટ્રન શ્રી વિપુલ મિત્રા, આઈએએસ એ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ના શ્રી નિષાદ શાહ, શ્રી ટી. વી. સુઝાન, અધ્યક્ષ, એસીટી ગ્રુપ, શ્રી જીતેન્દ્ર સિંઘવી અને શ્રી મૃદુલ સિંઘવી, ડિરેક્ટર, ફ્રેન્ડ્સ ગ્રુપ, શ્રી અજય નાયર, ડિરેક્ટર, વિનએશિયા ગ્રુપ, શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા, ડિરેક્ટર, બાપુસ ગ્રુપ ઓફ કંપનીઝ, શ્રી તેજા કાનગડ, પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ, શ્રી મહેશ તીર્થાણી, સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ, શ્રી અનિલ ચંદનાની, ડાયરેક્ટર, વ્રુધિ એન્ટરપ્રાઇઝ લિ., શ્રી ભરત રાજાણી ડાયરેક્ટર આર.ટી. પેવર, શ્રી રણજીત સિંહ, ડિરેક્ટર, એસીએલ ઇન્ડિયા પી. એલ., શ્રી ઉમેશ નેનવાણી ડાયરેક્ટર, વંશ મેરીટાઇમ પ્રા. લિ., શ્રી જટા શંકર શાહી ડિરેક્ટર, જી.એસ. ઇન્ફ્રા. પ્રા. લિ., શ્રી લલિત નાથાણી ડાયરેક્ટર, પ્રાચી ગ્રુપ, શ્રી અભિનવ અભિષેક ડિરેક્ટર, અંકિતા ગ્રુપ, શ્રી સુરેશ કે. શર્મા, ડિરેક્ટર, ઇસ્ટ વેસ્ટ રોડલાઇન્સ પ્રા. લિ., શ્રી એન. ગણેશન, કોમ્પિટિશન મેનેજર, શ્રી કુશલ એચ. સંગતાણી, કાર્યકારી પ્રમુખ, જીએસટીટીએ, શ્રીમતી તુલસી સુઝાન, આયોજન અધ્યક્ષ, શ્રી હરિ પિલ્લઈ, સેક્રેટરી જીએસટીટીએ અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી, શ્રી મનીષ હિંગોરાણી, સેક્રેટરી કેડીટીટીએ અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તેમજ સંસ્થાના સ્થાપક સદસ્યો, કાર્યકારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓના પરિવારજનો હાજર રહ્યા હતા.

બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધાની આજથી શરૂઆત થઈ હતી જેમાં ભારતના જુદા જુદા રાજ્ય ની 32 ટીમો  ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરશે. ટીમ ઈવેન્ટની સાથે જ યૂથ બોયઝ અંડર-11 અને અંડર-15 કેટેગરીની મેચો પણ સમાંતર ચાલુ થઈ હતી. 
5,11,200/- રૂપિયાની કુલ ઇનામી રકમ ધરાવતી અને આઠ દિવસની આ નેશનલ ટુર્નામેન્ટનું આયોજન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે થયું છે જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ) અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) નો સહકાર મળી રહ્યો છે.
અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) આ ઇવેન્ટનું ટાઇટલ સ્પોન્સર છે જે એસીટી ગ્રૂપ અને ફ્રેન્ડ્સ ગ્રૂપનો સહયોગ ધરાવે છે જ્યારે સુઝાન કાર્નિવલ ફર્નિચર તેના સહપ્રાયોજક છે. એસોસિયેટ્સ સ્પોન્સર વિનએશિયા ગ્રૂપ, બાપુઝ ગ્રૂપ ઓફ કંપનીઝ અને દરિયા શિપિંગ એજન્સી પ્રાયવેટ લિમિટેડ છે.
વધુમાં 13 વર્ષના લાંબા ગાળા બાદ ગાંધીધામમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. છેલ્લે 2013માં અહીં ઇવેન્ટ યોજાઈ હતી. કેડીટીટીએ દેશનું એવું એક માત્ર એસોસિયેશન છે જેની પાસે પોતાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે.