અમેરિકા તટીય ક્ષેત્રોમાં કે દ્વીપોને નિશાન બનાવશે તો ફારસની ખાડીમાં વિસ્ફોટક સુરંગો થકી સમુદ્રી માર્ગોને બંધ કરી દેવામાં આવશે

અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ છેડાયેલા યુદ્ધ અને તે બાદ સર્જાયેલા ચેતવણીઓના દોર વચ્ચે ઈરાને પણ અમેરિકાને ચીમકી આપી હતી કે, જો અમેરિકા તટીય ક્ષેત્રોમાં કે દ્વીપોને નિશાન બનાવશે તો ફારસની ખાડીમાં વિસ્ફોટક સુરંગો થકી સમુદ્રી માર્ગોને બંધ કરી દેવામાં આવશે . સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈરાનની રક્ષા પરિષદે જણાવ્યું હતું કે, યુદ્ધમાં જોડાયેલા દેશો સિવાય અન્ય દેશોને હોર્મુઝની ખાડીમાંથી પસાર કરવા માટે ઈરાન સાથે સમન્વય જાળવવું પડશે. નોંધનીય છે કે, રવિવારે ટ્રમ્પે ઈરાનને 48 કલાકમાં હોર્મુઝ ખાડી ખોલવાની ચેતવણી આપી હતી. જો ઈરાન તેમ નહીં કરે તો 48 કલાક બાદ ઈરાનના ઊર્જા ક્ષેત્રોને ઠપ કરી દેવાશે, જે પછી ઈરાને વળતી ચેતવણી આપી હતી. સમયની સાથે આ યુદ્ધ પણ ભીષણ સ્વરૂપ લેતું હોવાથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે.