ભચાઉના ભવાનીપુર કેનાલ પાસેથી કારમાંથી રૂા. 7,14,000નો શરાબનો જથ્થા સાથે બે આરોપીઓ ની ધડપકડ

copy image

copy image

ભચાઉના ભવાનીપુર કેનાલ પાસેથી કારમાંથી રૂા. 7,14,000નો શરાબનો જથ્થા સાથે બે આરોપીઓ  ઝડપાયા હતા .મળતી  માહિતીના અનુસંધાને ભચાઉના ભવાનીપુર કેનાલ બાજુ રહેલી પોલીસને ગુણાતીતપુર બાજુથી આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમી મળી હતી. જે બાતમીના આધારે . દરમ્યાન પોલીસે કેનાલ પાસે વોચ ગોઠવી હતી, તેવામાં ગાડી આવતાં તેને રોકી તપાસ કરતાં   ગાડીની ડેકી તથા પાછળની સીટમાંથી દારૂ મળી આવતાં ધમડકાના વિપુલસિંહ ગોવુભા જાડેજા તથા ધમડકાના એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ઝડપાયા હતા. કાર નંબર જી.જે.-12-સી.ડી.- 3900માંથી ઓલ્ડ મોન્ક ત્રિપલ એક્સ રમ ફોર સેલ ઇન દિલ્હી ઓન્લીના માર્કાવાળી 750 મિ.લિ.ની 476 બોટલ જેની કુલ કિંમત રૂા. 7,14,000નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ઈસમ  અને બાળ આરોપી રાપરના મોટી રવમાંથી યશપાલસિંહ બળવંતસિંહ જાડેજા પાસેથી દારૂ ભરી લાવ્યા હતા અને  અંજાર તાલુકાના વરસામેડીના એક યુવાનને  આપવા જવાના હતા, પરંતુ તેમની ખેપ સફળ થાય તે પહેલાં પોલીસે બંનેને પકડી પાડયા હતા