રાપરના નાની હમીરપરમાં બંધ મકાનમાંથી રૂા. 2,58,250નો દારૂ જપ્ત કરાયો પરંતુ બે આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા ન હતા

copy image

copy image

copy image

રાપરના નાની હમીરપરમાં બંધ મકાનમાંથી રૂા. 2,58,250નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ  બે આરોપી પોલીસની  પકડમાં આવ્યા નહોતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર . દીપેન્દ્રસિંહ ઉર્ફે દીપુભા જયેન્દ્રસિંહ જાડેજા અને નરપતસિંહ ભગુભા જાડેજાએ દારૂ મંગાવી દરબારવાસમાં એક શખ્સનાં કબજાનાં મકાનમાં દારૂ સંતાડીને રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતાં મકાનમાંથી ઓફિસર ચોઇસ 750 એમ.એલ.ની 116 બોટલ, રોયલ સ્ટેગની 12, ઓલ્ડ મોન્કની ત્રણ, સુપર જ્યુબિલીની બે એમ કુલ્લ 233 બોટલ કિંમત રૂા. 2,58,250નો શરાબ કબ્જે કરાયો હતો પરંતુ બંને આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા ન હતા. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે