“Yes! We Can End TB” થીમ હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ ગતિ આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. “Yes! We Can End TB” થીમ હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ ગતિ આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ અવસરે સંતશ્રી મોરારીબાપુના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દર્દીઓને યોગ્ય પોષણ, નિયમિત સારવાર અને સમયસર તપાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર તરીકે ટીબીના દર્દીઓને કીટો આપવા બદલ બાપુના હસ્તે પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યા. ઉપરાંત, ટીબી મુકત ભારત અભિયાનમાં નોંધપાત્ર યોગદાન બદલ આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી સ્ક્રિનિંગ કેમ્પ, જનજાગૃતિ રેલીઓ, પોષણ કીટ વિતરણ તેમજ આરોગ્ય શિક્ષણ જેવા કાર્યક્રમો યોજાઈ સમાજમાં ટીબી અંગે વ્યાપક જાગૃતિ લાવવામાં આવી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવે, ભુજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તેમજ NTEPના DPC અને ભુજ તાલુકા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા ટીબી એક સંપૂર્ણ ઉપચાર યોગ્ય રોગ છે તે અંગે ભાર મુકાયો અને દર્દીઓને નિયમિત સારવાર પૂર્ણ કરવા માટે પ્રેરણા આપવામાં આવી. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તરફથી આજે 100 કીટ અને છેલ્લા 4 વર્ષ માં 4000 થી વધારે કીટો આપવમાં આવી છે. અંતમાં સીએ મળીને “ટીબી મુક્ત ભારત” બનાવવાનો સંકલ્પ લીધો અને સમાજના તમામ વર્ગોને આ અભિયાનમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી.