કંડલા નજીક બાઇક સ્લીપ થતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image

કંડલા નજીક બાઇક સ્લીપ થતાં 20 વર્ષીય યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 23/3ના રોજ કંડલા રેલવે ઝૂંપડા રામાપીર મંદિર નજીક રહેનાર અસરફ પીંજારા નામનો યુવાન તુણા ગામમાં યોજાયેલ મેળામાં ગયેલ હતો જ્યાં, મોડી રાત્રે પરત ફરતી વેળાએ નકટીપુલથી હનુમાન મંદિર વચ્ચેના માર્ગ પર હતો. દરમ્યાન કોઇ કારણોસર તેણે હેન્ડલ પરથી કાબૂ ગુમાવતાં તેનું બાઇક સ્લીપ થયું હતું. આ ઘટનામાં ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.