મેદસ્વિતા સામેની લડાઈમાં આપણું ‘સુપરફૂડ’ એટલે કઠોળ

copy image

copy image

copy image

આજની આધુનિક જીવનશૈલીમાં ‘મેદસ્વિતા’ (ઓબેસિટી) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. મેદસ્વિતા મુક્તિ અભિયાનમાં જો કોઈ સૌથી શક્તિશાળી હથિયાર હોય, તો તે આપણા રસોડામાં રહેલા વિવિધ કઠોળ છે.

મેદસ્વિતા ઘટાડવામાં કઠોળ કેમ શ્રેષ્ઠ છે?

        કઠોળ માત્ર પ્રોટીનનો સ્ત્રોત નથી, પણ તે વજન ઘટાડવા માટેના અનેક ગુણો ધરાવે છે, કઠોળમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. પરિણામે, વારંવાર ભૂખ લાગતી નથી અને ‘ઓવરઈટિંગ’ થી બચી શકાય છે. કઠોળ ખાવાથી શરીરમાં બ્લડ શુગર એકદમ વધતું નથી. તે ધીમે ધીમે ઊર્જા આપે છે, જે ચરબીના જથ્થાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સ્નાયુઓના નિર્માણ માટે પ્રોટીન અનિવાર્ય છે. કઠોળના સેવનથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, જે કેલરી બાળવામાં મદદ કરે છે. કઠોળમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.

મેદસ્વિતા મુક્તિ માટે આહારમાં ફેરફાર

         સવારના નાસ્તામાં તળેલા નાસ્તાને બદલે ફણગાવેલા મગ કે ચણા લેવાની આદત પાડો ખોરાકમાં વિવિધતા લાવવા માટે અલગ-અલગ કઠોળ મિશ્રણનું સેવન કરવું લાભદાયી છે.

રાત્રે હળવો ખોરાક લેવા માટે કઠોળનું સૂપ અથવા મગની દાળની ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.

         મેદસ્વિતા મુક્તિ એ માત્ર ડાયેટિંગ નથી, પણ યોગ્ય આહારની પસંદગી છે. આપણા રોજિંદા આહારમાં કઠોળને સ્થાન આપીએ અને મેદસ્વિતા મુક્ત, સ્વસ્થ ભારતનું નિર્માણ કરીશું.