કુદરતનો મિજાજ ફરી બદલાયો : રાજ્યમાં ફરી થઈ શકે છે આંધી તૂફાન સાથે વરસાદ

copy image

copy image

ચાલુ માસમાં કુદરતનો મિજાજ વારંવાર રંગીન થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદે દોટ મૂકી છે. ત્યારે ફરી એક વખત માવઠાનો ભય સામે આવ્યો છે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને પરિણામ સ્વરૂપે તેની ટ્રફ લાઈન ગુજરાત સુધી લંબાવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરને પગલે આગામી 28 થી 30 માર્ચ દરમ્યાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ થઈ શકવાની સંભાવના જાહેર કરાઈ છે. અગાઉ પણ રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદે મહેફિલ જમાવી હતી ત્યારે ફરી એક વખત વરસાદી માહોલ જામશે. વધુમાં વિગતો જાણવા મળી રહી છે કે, માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવ ની ગતિ વધશે અને કમોસમી વરસાદની તીવ્ર સંભાવના રહેલી છે. તો, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેશે. આગામી 11 મેથી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પાડવાની સંભાવના રહેલી છે.