અખાતનાં દેશોમાં તણાવ વચ્ચે મોદી અને ટ્રમ્પની ટેલિકોનીક ચર્ચા

મધ્ય પૂર્વમના ચાલી રહેલ યુદ્ધના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોલના માધ્યમથી કરી વાત. આ મામલે વધુમાં વિગતો સામે આવી રહી છે,રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી હોવાનું ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવેલ છે. આ બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં મધ્ય પૂર્વની હાલની સ્થિતિ પર વિગતવાર તેમજ હોર્મુઝે જળ માર્ગ ખુલ્લો અને સુરક્ષિત રાખવાની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવેલ હતી. ટ્રમ્પ સાથેની વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવેલ કે, ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ સ્થાપિત કરવાનાં પક્ષમાં છે. બંને નેતાઓએ શાંતિ અને સ્થિરતા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે સતત સંપર્કમાં રહેવા પર સહમતિ જાહેર કરી હતી.