ભુજ-માંડવી રોડ પર છ ગૌવંશના ભેદી મોત : જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ

સૂત્રો જણાવી રહ્યા છે, ભુજ-માંડવી રોડ પર શિવપારસ નજીક છ ગૌવંશના ભેદી રીતે મોત થયાનો ચકચારી મામલો સામે આવ્યો છે. આ બનાવને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળી આવ્યો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અજાણ્યા શખ્સો અહીં એંઠવાડ ઠાલવી ગયેલ હતા જે એંઠવાડ ખાધા બાદ ગાયોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળી આવ્યો છે.