ગાંધીધામમાં છ જુગારપ્રેમીઓને પોલીસે દબોચ્યા
copy image

ગાંધીધામમાં છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં વિગતો સામે આવી રહી છે, ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સોસાયટીની બાજુમાં શેરીમાં ગત સાંજના અરસામાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી છ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.