અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જીવદયા જતન કાર્ય

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ* દ્વારા ભુજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના સંવર્ધન માટે 10 પાણીના કુંડા 20 ચકલી ઘર અને 10 ફૂડ ફીડર લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હોસ્ટેલના રેક્ટરશ્રી વિમળાબેન મહેશ્વરી એ વિદ્યાર્થીઓને પક્ષીઓની જતન માટે ની માહિતી આપી હતી સમગ્ર કાર્યકમ નું સંચાલન વોર્ડનશ્રી જાનવી નિમાવતે કર્યું હતું અને 50 થી વધારે વિધાર્થીનીઓ આ સેવા કાર્ય માં જોડાયા હતા.જ્યારે અર્હમ યુવા સેવા ગ્રુપ માંથી ડૉ. હર્ષદ, હિરેનભાઈ અને ઓજસભાઈ સેવા આપી હતી…