વરસાણા સ્થિત કંપનીમાં 22 વર્ષીય યુવાનને વીજશોક ભરખી ગયો
copy image

અંજારના વરસાણા સ્થિત કંપનીમાં વીજશોક લાગતા 22 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, અંજાર તાલુકાના વરસાણા સ્થિત ઈસ્પાર્ક કંપનીમાં રાતના સમયે આ બનાવ બન્યો હતો. કપંનીમાં બ્રેક પડતા કામ કરનાર કરણ ભુવન મુનિયા નામનો શ્રમિક કોઈ કારણે વીજરૂમમાં જતાં તેને વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં કરણનું મોત થયું હતું.