કેન્દ્ર સરકારે અફવાઓથી ઉચાટને ટાળવા જણાવ્યુ : આપણી પાસે તેલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે

copy image

copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે તેલ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ ને લઈને અનેક અટકળો સામે આવી છે. ત્યારે કેન્દ્ર સરકારે અફવાઓથી ઉચાટને ટાળવા જણાવેલ હતું. વધુમાં તેઓએ જણાવ્યુ કે, આપણી પાસે તેલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે અને દેશના કોઇપણ પંપ પર પેટ્રોલ-ડીઝલની કોઇ જ અછત નથી. પેટ્રોલપંપોને પુરવઠો પૂરો પાડતાં ટર્મિનલો પર પણ ઇંધણોનો પૂરતો સંગ્રહ છે, તેવી જાણ સરકાર દ્વારા આપવામાં આવેલ છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ લોકોને અફવાઓ પર ભરોસો ન કરવા અને ગભરાટમાં પેટ્રોલ-ડીઝલ માટે દોટ નહીં મૂકવા માટે જણાવેલ છે. દેશ પાસે વાર્ષિક 26 કરોડ ટન તેલ રિફાઇન કરવાની તાકાત છે. ઉપરાંત છેલ્લા 25 દિવસમાં લગભગ અઢી લાખ નવા પીએનજી જોડાણ અપાયાં છે.