ભારતમાં હવે રસોઇ ગેસ પર નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલની એન્ટ્રી

image-271

copy image

copy image

મહાયુદ્ધથી સંકટ વચ્ચે ભારતમાં હવે રસોઇ ગેસ પર નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ ને લાવવા તૈયારી ચાલી રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે, ઇથેનોલ આધારિત કૂકિંગ સ્ટવ બનાવવા કામગીરી ચાલી રહી છે. જાહેર વિતરણ સચિવ સંજીવ ચોપડાએ જાહેર કરેલ વિગતો મુજબ ઇથેનોલ માત્ર વાહનો જ નહીં, પરંતુ હવે ઘરોમાં રસોઇ માટે પણ એક સુરક્ષિત અને સસ્તો વિકલ્પ બની શકે છે. ઇથેનોલ આધારિત ચૂલાનાં કેટલાક પ્રારંભિક મોડેલ થઈયાર થઈ ચૂક્યા છે. ઇથેનોલ એલપીજીની તુલનાએ ઓછું પ્રદૂષણ ફેલાવનાર અને તેનો સંગ્રહ કરવો પણ સરળ છે. હવે, દેશના ઇથેનોલ પ્લાન્ટમાં જ ઇથેલોલથી રસોઇ બનાવાશે.