અમેરિકા ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા ટીમ્બર ઉધ્યોગ ઉપર પડી રહી છે…

ટીમ્બર ઉદ્યોગોને ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની નુકશાની થઈ શકે છે કન્ટેનરના ભાડાઓમાં પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચાર થી પાંચ ઘણા થઈ ગયા છે…કંડલા ટીમ્બર ઉધ્યોગ ઉપર આવી પડેલ યુદ્ધના લીધે મંદીની અસર ભારતમાં લાકડા ઉધ્યોગ સાથે સંકળાયેલા લોકોને પડશે અમેરિકા ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા ટીમ્બર ઉધ્યોગ ઉપર પડી રહી છે ટીમ્બર ઉદ્યોગોને ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની નુકશાની થઈ શકે છે… કન્ટેનરના ભાડાઓમાં પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચાર થી પાંચ ઘણા થઈ ગયા છે… કંડલા ટીમ્બર ઉધ્યોગ ઉપર આવી પડેલ યુદ્ધના લીધે મંદીની અસર ભારતમાં લાકડા ઉધ્યોગ સાથે સંકળાયેલા લોકોને પડશે કંડલા ટીમ્બર એસોસિએશનનાઉપપ્રમુખ હેન્દ્રચંદ્ર યાદવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ યુદ્ધના કારણે રૂપિયા સામે ડોલરના ભાવમાં વધારો થઈ ગયો છે ટીમ્બરનો વહીવટ ડોલરમાં થાય છે અત્યારે આ પરિસ્થિતિમાં જે કન્ટેનર વિદેશથી ભારત આવી રહ્યા હતા એ કન્ટેનર યુદ્ધની પરિસ્થિતિના કારણે બીજા પોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે દુબઈના જબર અલી પોર્ટ પર પણ ગણા કન્ટેનરો ફસાઈ ગયા છે જેની સીધી અસર ટીમ્બર ઉધ્યોગ ઉપર પણ જોવ મળી રહી છે મહત્વની વાત એ છે કે ભારત દેશમાં ૭૦% ટકા લાકડા કંડલા ટીમ્બરમાંથી જાય છે એટલે અત્યારે ભારત દેશના ૭૦% ટકા ટીમ્બરના ધંધાર્થીઓને હાલાકી પડી રહી છે. વધુમાં હેમચંદ્ર યાદવ કંડલા,ટીમ્બર એસોસિએશન ઉપપ્રમુખએ વિગતો આપી હતી