ભચાઉ તાલુકાના રામપર ગામે રાત્રિના સમયે એક પરિવાર પર ટોળાં દ્વારા જીવલેણ હુમલો
copy image
copy image

copy image
ભચાઉ તાલુકાના રામપર ગામે બે દિવસ પૂર્વે રાત્રિના સમયે એક પરિવાર પર ટોળાં દ્વારા જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગામના પ્રમુખ પદને લઈ ને થયેલા મનદુખના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ અંતર્ગત ગત રાત્રિના સમયે 28 થી વધુ ઇસમોએ જુથ બનાવી ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ બંદૂક,,ચાકુ જેવા સાધનોથી પરિવાર પર હમલો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેમજ ઘર અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદી રામજીભાઇ કેસરભાઈએ 28 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાંખીયારી પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.