ગ્રાહકોમાટે રાહતના સમાચાર : સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ બંને પર લિટર દીઠ રૂ. ૧૦ નો ઘટાડો
copy image

સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ બંને પર લિટર દીઠ રૂ. ૧૦ નો ઘટાડો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ: પેટ્રોલ પરની સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી રૂ. ૧૩ થી ઘટાડીને રૂ. ૩ કરવામાં આવી છે.
ડીઝલ: ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી રૂ. ૧૦ થી ઘટાડીને શૂન્ય (૦) કરી દેવામાં આવી છે.
આ નિર્ણય પાછળના મુખ્ય કારણો
જનતાને રાહત:
લાંબા સમયથી વધી રહેલા ભાવ વચ્ચે લિટર દીઠ ₹10 સુધીનો આ ઘટાડો સામાન્ય જનતા અને ખાસ કરીને મધ્યમ વર્ગ માટે મોટી આર્થિક રાહત છે.
મોંઘવારી પર અસર: પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાથી ટ્રાન્સપોર્ટેશન (માલ-સામાનની હેરફેર) નો ખર્ચ ઘટશે, જેનાથી શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.
ખેડૂતોને ફાયદો: ડીઝલના ભાવ ઘટવાથી ખેતીકામમાં વપરાતા ટ્રેક્ટર અને પંપસેટનો ખર્ચ ઘટશે, જે સીધો ખેડૂતોને ફાયદો કરાવશે
૧. ક્રૂડ ઓઈલના વધતા ભાવ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે.
૨. તેલ કંપનીઓને રાહત: આ ઘટાડાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પરનો આર્થિક બોજ ઘટશે અને તેઓએ ગ્રાહકો પર ભાવ વધારો ઝીંકવો પડશે નહીં.
૩. મોંઘવારી પર નિયંત્રણ: ઈંધણના ભાવ સ્થિર રહેવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અટકશે, જે અંતે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કરવામાં આવ્યું છે.
અફવાઓથી સાવધાન:
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવાઓ ફેલાઈ રહી હતી. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ પેનિક થઈને લાઈનો લગાવવાની જરૂર નથી